નોમિનેશન
કેટેગરી
ધ બિઝનેસ
પર્સન ઓફ ધ
યર
આ એવોર્ડ એક બિઝનેસ પર્સનને આપવામાં આવે છે જે શબ્દના દરેક અર્થમાં સફળતા ધરાવે છે અને વિસ્તૃત સમયગાળા દરમિયાન સામાજિક મુદ્દાઓ માટે સાચી ઉત્કટતા પણ દર્શાવી શકે છે.
અરજીઓ માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવાશે:
- કંપનીના ઉદ્દેશો અને ધ્યેયો સ્પષ્ટ રીતે ઓળખાવા જોઈએ.
- ઉદ્દેશો, અમલીકરણ, પરિણામો અને મૂલ્યાંકન સહિત તમારા તાજેતરના કાર્ય વિશેની માહિતી પૂરી પાડવી જોઈએ.
- નેતૃત્વ ગુણો, પુરસ્કારો અથવા મુખ્ય સિદ્ધિઓ, અને નોંધપાત્ર અવરોધોને દૂર કરવાની ક્ષમતાનો સંકેત.
- નવા બિઝનેસની જીત, વૃદ્ધિ અથવા આંતરિક/બાહ્ય સફળતાની રૂપરેખા.
- હાથ ધરાયેલ પરોપકારી પ્રવૃત્તિઓ.
લાઇફટાઇમ
એચિવમેન્ટ
એવોર્ડ
આ એવોર્ડ એવા વ્યક્તિઓનું સન્માન કરવા માટે છે, જેમણે તેમના જીવનકાળ દરમિયાન, તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં, તેમના સમુદાય અને દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે. આ નોંધપાત્ર વ્યક્તિ આગામી પેઢી માટે પ્રેરણાનું સ્પષ્ટ ઉદાહરણ હશે.
- 25 વર્ષ કે તેથી વધુ સમય માટે, તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં સક્રિય, તેમજ સમુદાયમાં વધુ વ્યાપક હોય.
- સતત નાણાકીય અથવા અન્ય સફળતા પ્રાપ્ત કરી હોય.
- તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ઉત્કૃષ્ટ નેતૃત્વ લાક્ષણિકતાઓ અને પ્રેરણા આપી હોય અને સમાન સફળતા મેળવવા માટે અન્યનો વિકાસ કર્યો હોય.
- સ્વૈચ્છિક સેવા દ્વારા પોતાના સમુદાયને મજબૂત કરવા માટે સ્પષ્ટ યોગદાન આપ્યું હોય.
- પર્યાવરણને પ્રોત્સાહિત કરીને, અન્યને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાની સ્પષ્ટ ક્ષમતાનો પુરાવો.
- સામાજિક સેવા.
- અન્યના વિકાસમાં પ્રેરણાદાયી ભૂમિકા ભજવવા સહિત, તેમની કારકિર્દીમાં વિકાસ માટે માર્ગદર્શન અને અન્ય લોકોના સમર્થનના પુરાવા.
- આવનારી પેઢી માટે સ્પષ્ટ પ્રેરણા.
યુનિફોર્મ અને
સિવિલ સર્વિસ
યુનિફોર્મ અને સિવિલ સર્વિસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે અથવા આ સેવાઓમાંથી કોઈપણ દ્વારા સમુદાયમાં યોગદાન આપવા માટે. અરજીઓ ધ્યાનમાં લેવા જરૂરી બાબતો:
- પ્રમાણિકતા, અખંડિતતા, નિષ્પક્ષતા અને નિરપેક્ષતા સહિત યુનિફોર્મ / સિવિલ સર્વિસ કોડમાં નિર્ધારિત મુખ્ય મૂલ્યો અને વર્તણૂકોનું પ્રદર્શન.
- નવિન અભિગમોના પુરાવા સહિત તમારી સામાન્ય કાર્યની ભૂમિકાથી ઉપર અને તેનાથી આગળ જવાની સ્પષ્ટ પ્રતિબદ્ધતા.
- ઓળખી શકાય તેવા પરિણામો પ્રાપ્ત કરનાર પ્રોજેક્ટ અથવા પ્રોગ્રામનો ભાગ.
- યુનિફોર્મ અને સિવિલ સર્વિસીસમાં અન્યત્ર નકલ કરી શકાય તેવા વારસાના પુરાવા સહિત તમારી તાત્કાલિક ટીમ અથવા વિભાગની બહારની અસર.
મીડિયા
પરંપરાગત પ્રિન્ટ અને બ્રોડકાસ્ટ અથવા નવા માધ્યમોમાં, જેમણે મીડિયામાં પોતાની છાપ બનાવી છે. અરજીઓ ધ્યાનમાં લેવા જરૂરી બાબતો:
- તમારા વ્યવસાયને આગળ વધારવા માટે વ્યૂહાત્મક વિચારસરણીનો સ્પષ્ટ પુરાવો.
- તમારા ક્ષેત્રમાં સર્જનાત્મકતા અને નવીનતાનું સ્પષ્ટ નિદર્શન.
- સમગ્ર મીડિયા બિરાદરીમાં સ્થિતિ.
- તેમની કારકિર્દીમાં વિકાસ માટે માર્ગદર્શન અને અન્ય લોકોના ટેકાના પુરાવા.
આર્ટ્સ એન્ડ
કલ્ચર
જેમણે થિયેટર, સિનેમા, કલા અને સંસ્કૃતિમાં પોતાની ઓળખ બનાવી છે.
- નિરંતર પ્રયત્નો દર્શાવ્યા હોય.
- સાબિત થયેલા પરિણામો હોય.
- સર્જનાત્મક અને નવીન ખ્યાલો ધરાવતા.
- આવેલા કોઈપણ અવરોધો દૂર કરવામાં આવ્યા હોય.
- આર્ટ્સ એન્ડ કલ્ચરને પ્રોત્સાહન આપવા/ વિકસાવવા માટે સમર્થન.
- અન્ય લોકોને આ ક્ષેત્રને અનુસરવા માટે પ્રેરિત કરે તેવી શક્તિ અને આત્મવિશ્વાસ રજૂ કર્યો હોય.
કોમ્યુનિટી
સર્વિસ
વિસ્તૃત સમયગાળા દરમિયાન વ્યક્તિની તેમના સમુદાય અને વિશાળ સમાજ માટે સેવા માટે માન્યતા. અરજીઓ ધ્યાનમાં લેવા જરૂરી બાબતો:
- સ્વૈચ્છિક સેવા દ્વારા તમારા સમુદાયને મજબૂત કરવા માટે સ્પષ્ટ યોગદાન.
- અન્ય લોકોને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાની સ્પષ્ટ ક્ષમતાનો પુરાવો, સામુદાયીક સેવાના વાતાવરણને પ્રોત્સાહન આપવું.
- નેતૃત્વ ગુણો, મુખ્ય સિદ્ધિઓ અને અવરોધો દૂર કરવાની ક્ષમતાનો સંકેત.
- જો સંબંધિત હોય તો, વિસ્તૃત સમયગાળા દરમિયાન એકત્ર કરેલા કોઈપણ ભંડોળની રૂપરેખા.
સ્પોર્ટ્સ
પર્સનાલીટી
ઓફ ધ યર
મેદાન પર અને બહાર સફળતા મેળવનાર રમતગમત ક્ષેત્રની વ્યક્તિને પુરસ્કાર આપવામાં આવે છે. અરજીઓ ધ્યાનમાં લેવા જરૂરી બાબતો:
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર રમતોમાં સિદ્ધિઓ પ્રતિબિંબિત કરનાર.
- તમારી રમતમાં ઉત્તમ સર્વાંગી પ્રતિષ્ઠાનો પુરાવો.
- રમતગમત ક્ષેત્રની બહાર પણ રમતની સિદ્ધિની અસર.
- સમગ્ર રમતગમત સમુદાયમાં સ્થિતિ.
- સખાવતી પ્રતિબદ્ધતાઓ સહિત સમુદાયને કશુંક પાછું આપવામાં સામેલગીરી.
પ્રોફેશનલ
ઓફ ધ યર
આ કેટેગરી જેમણે તેમના વ્યવસાયની ઉંચાઈઓ સર કરી છે તેવા પ્રોફેશનલ્સ માટે છે, જેમાં મેડિસિન, કાયદો, શિક્ષણ, બેન્કિંગ, ફાઇનાન્સ અને અન્ય ક્ષેત્રનો સમાવેશ થાય છે. અરજીઓ ધ્યાનમાં લેવા જરૂરી બાબતો:
- સંસ્થામાં તમારી ભૂમિકા અને જવાબદારીઓ.
- કોઈપણ પ્રવૃત્તિઓ, જેમાં ઉન્નત કામગીરી અથવા ધોરણો હોય, પ્રોજેક્ટ્સ અથવા પહેલ સૂચવો કે જે તમે હાથ ધરી છે, ભાગ લીધો છે અથવા પ્રેરણા આપી છે.
- સાથીદારો / ટીમના સભ્યો જેવા તેમના હિસ્સેદાર જૂથમાં સુયોગ્ય હકારાત્મક અસરના પુરાવા.
- તાજેતરની સિદ્ધિઓ અથવા પુરસ્કારોની કોઈપણ વિગતો આપો.
- પરોપકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હોય તો.
વુમન
ઓફ ધ યર
આ એવોર્ડ એક એવી મહિલાને ઓળખશે અને સન્માન આપશે જેણે કોઈપણ પસંદ કરેલા ક્ષેત્રમાં નોંધપાત્ર છાપ ઉભી કરી છે.
- તેમની કંપની / વ્યવસાય / સિવિલ સર્વિસ / યુનિફોર્મવાળી સેવામાં હાથ નીચે કામ કરતા લોકો પર દેખાઇ આવે તેવી અને સુયોગ્ય અસર કરી હોય.
- કંપનીની અંદર અથવા બહાર માર્ગદર્શન માટે તેણી સમર્પિત હોય.
- ઉંચે આવતા પ્રોફેશનલ્સને ટેકો પૂરો પાડ્યો હોય અને કારકિર્દીના કોચિંગમાં સક્રિયપણે રોકાયેલા હોય.
- તેમના ક્ષેત્રમાં ઉભરી આવતા હોય.
- કામગીરી અને શબ્દોમાં ઉચ્ચ પ્રામાણિકતા દર્શાવતા હોય.
- પ્રેરણા આપે તેવી શક્તિ અને આત્મવિશ્વાસનું ચિત્ર રજૂ કરતા હોય.
એન્ટ્રપ્રેન્યોર
ઓફ ધ યર
સફળ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ચલાવવાના સાબિત ટ્રેક રેકોર્ડ ધરાવતા 40 વર્ષથી ઓછી ઉંમરના એક યુવાન, મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકને આ એવોર્ડ આપવામાં આવે છે. અરજીઓ ધ્યાનમાં લેવા જરૂરી બાબતો:
- ઉદ્યોગસાહસિક સ્પીરીટ, સફળ થવાની ઇચ્છા, જોખમો લેતા, સતત ખંતથી લાગ્યા રહેતા અને અવરોધોને દૂર કરે તેવા.
- કઇંક નવિન કરવાની સંસ્કૃતિ બનાવતા અને સંશોધન અને વિકાસમાં રોકાણ કરે તેવા.
- વ્યવસાયમાં કોઈપણ નવા અભિગમો અથવા ટેકનીકો ધરાવતા.
- નવા બજારોમાં વિસ્તરણ કરીને શરૂઆતથી જ માર્કેટ શેરમાં વધારો કરતા.
- ઉચ્ચતમ નૈતિક અને ગુણવત્તાના ધોરણો જાળવતા.
- સંસ્થા બધા માટે પ્રેરણાદાયક હેતુ અને ટકાઉ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ હોય.