પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ - એશિયનોની શ્રેષ્ઠતાની ઉજવણી
રોગચાળા દરમિયાન અભૂતપૂર્વ પ્રતિકૂળતાનો સામનો કરીને, યુકેમાં એશિયન નેતાઓએ કોવિડ-19ને પગલે આવેલા નવા આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપકતા, નવીનતા અને દૂરંદેશી બતાવી છે.

યુકેમાં સાઉથ એશિયનોએ આજે રાજકારણ, બિઝનેસ અને સિવિલ સોસાયટી સહિત વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ હાંસલ કર્યું છે. એશિયન એચિવર્સ એવોર્ડ્સ સાઉથ એશિયન સમુદાયમાં આવા વ્યક્તિઓના ઉત્કૃષ્ટ કાર્યને માન્યતા આપે છે.
2000માં સ્થાપાયેલ એવોર્ડ ત્યારથી વાર્ષિક ધોરણે યોજાય છે, આ એવોર્ડ રોગચાળાને પગલે હવે 2022માં પાછો આવ્યો છે. અમારા મીડિયા ભાગીદારો એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર દ્વારા સમર્થીત આ એવોર્ડ થકી, સતત સમુદાય દ્વારા કેલેન્ડરમાં સૌથી પ્રતિષ્ઠિત અને અત્યંત સન્માનિત એવોર્ડ તરીકે માન્યતા પ્રાપ્ત કરીએ છીએ.
મુખ્ય
તારીખો
નામાંકન શરૂ થશે | ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ |
---|---|
અર્લી બર્ડ ટિકિટ્સ | ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ |
અર્લી બર્ડ ટિકિટ્સ બંધ | ૧૦ જૂન ૨૦૨૨ |
નામાંકન બંધ | ૧૪ મી જુલાઈ, ૨૦૨૨ |
શોર્ટલિસ્ટની જાહેરાત | ૧૪ મી ઓગસ્ટ, ૨૦૨૨ |
બુકિંગ ડેડલાઇન | ૩૧ મી ઓગસ્ટ, ૨૦૨૨ |
એવોર્ડ નાઇટ | ૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ |